Shri S.B. Patel,
I/C Principal
Shri C. N. P. F. Arts and D. N. Science College, Dabhoi affiliated with Shri Govind Guru University, Godhara and Managed by Vadodara Jilla Kelavani Mandal was established in 1958. The college is opportunate to get the guidance of farsighted Management and learned principals since beginning. The foundation of the college was laid by Maharaja of Vadodara State Shrimant Fatehsinhrao Gayakwad and Inaugrated by Chief Minister of Gujarat State Shri Hitendrabhai Desai. The objectives of the institute were very much clear since its establishment to develop the society Economically and Morally with education without any discrimination. This institute committed for the overall development of student along with formal education.
This college have a huge campus with all modern infrastructure. It has classrooms equipped with all modern facilities like Audio visual system, LCD Projectors, smart board, computer lab, modern science laboratories, a huge and rich library with the books of all the subjects and along with the basic facilities required for higher education It have modern gymnasium, for indoor games table tennis hall, badminton hall like facilities for overall development of student. It has huge and beautiful ground for outdoor games like kabaddi, kho-kho, Cricket, volleyball etc.
For character development of student and to develop the characteristics of huminite among the student college have the facilities of NSS and NCC. NSS and NCC organizes number of cultural and social service programmes frequently.
For development of student college frequently organizes National and International Seminars, invited talks of experts of various subjects and educational tours. To increase the understanding of industrial production of various chemical compounds college frequently organizes industrial tours and training programmes and also helps student providing facilities for on campus or off campus placement for jobs.
The pass out student of this college are successfully contributing in the various fields of life that makes us proud.
વડોદરા જીલ્લા કેળવણી મંડળ, ડભોઇ દ્વારા સંચાલિત અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા સંલગ્ન શ્રી સી. એન. પી. એફ. આર્ટ્સ એન્ડ ડી. એન. સાયન્સ કોલેજ, ડભોઇની સ્થાપના વર્ષ ૧૯૫૮માં થઇ હતી. આ કોલેજને શરૂઆતથી જ દ્રષ્ટિવંત સંચાલકો અને વિદ્વાન આચાર્યોનું નેતૃત્વ મળ્યું છે. કોલેજની ઇમારતનું ખાતમુહુર્ત વડોદરાના શ્રીમંત મહારાજા ફતેહસિંહરાવ ગાયકવાડ અને ઉદ્દઘાટન માજી મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્રભાઇ દેસાઈ જેવા મહાનુભાવના હસ્તે થયેલ છે. સંસ્થાના સ્થાપના સમયથી જ કોલેજનો ધ્યેય બહુજ સ્પષ્ટ રહ્યો છે, કે કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર શિક્ષણ દ્વારા સમાજનો સામાજિક, આર્થિક અને નૈતિક વિકાસ કરવો. આ સંસ્થા પરંપરાગત અધ્યાપન કાર્યની સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પણ કટિબદ્ધ છે.
આ કોલેજ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું એક વિશાળ કૅમ્પસ ધરાવે છે. આધુનિક સુવિધાઓથી સજ્જ ક્લાસરૂમ જેવા કે ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ, એલ. સી. ડી. પ્રોજેક્ટર, સ્માર્ટ બોર્ડ, કોમ્પ્યુટર લેબ, આધુનિક સાયન્સ લેબોરેટરી, વિશાળ અને દરેક વિષયોના પુસ્તકોથી સમૃદ્ધ લાયબ્રેરી જેવી અધ્યાપનને લગતી માળખાગત સુવિધાઓ સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક જિમ્નેશિયમ, ઇનડોર રમત ગમત માટે ટેબલ ટેનિસ હોલ, બૅડમિન્ટન હોલ જેવી સુવિધાઓ, અને આઉટડોર રમત ગમત જેવી કે કબડ્ડી, ખો-ખો, ક્રિકેટ, વૉલીબૉલ વગેરે માટેનું સુંદર અને વિશાળ મેદાન ધરાવે છે.
કોલેજના વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર અને સેવાના ગુણ સિંચન માટે કોલેજમાં એન. એસ. એસ. અને એન. સી સી. ની સુવિધા પણ ઉપલબ્ધ છે. જેના દ્વારા સમય સમય પર વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક સેવાના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓના વિકાસ માટે કોલેજ દ્વારા વિવિધ વિષયોના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેમીનારો, વિવિધ વિષયોના તજજ્ઞનોના વ્યાખ્યાનો, શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને વિવિધ રસાયણ બનાવતી કંપનીઓ વિશેનું પ્રૅક્ટિકલ માર્ગદર્શન મળી રહે તે માટે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ અને ટ્રેનીંગનુ આયોજન અને અંતે તેમની નોકરી અને રોજગાર માટે કેમ્પસ પ્લેસમેન્ટ અને ઓફ કૅમ્પસ પ્લેસમેન્ટ ની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે.
આ કોલેજમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ આજે જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા પૂર્વક પોતાનું યોગદાન આપી રહ્યા છે. જેનું અમને સૌને ગૌરવ છે.
Prof. Sunil B. Patel
I/C. Principal
Shri C. N. P. F. Arts and D. N. Science College, Dabhoi